-->

Join Group

Ad Unit (Iklan) BIG

વર્ષ 2024-2025માં બાળમેળા અને લાઇફસ્કીલ મેળાના આયોજન બાબત

વર્ષ 2024-2025માં બાળમેળા અને લાઇફસ્કીલ મેળાના આયોજન બાબત



ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ માં ભલામણ કરી છે કે “કલા, ક્વીઝ, રમત ગમત અને વ્યાસાયિક હસ્તકલા સહિતની વિવિધ પ્રકારની સંવર્ધન પ્રવૃત્તિઓ માટે સમગ્ર વર્ષ દરમ્યાન બેગલેસ દિવસોને પ્રોત્સાહન આપવામાં આવશે “આ બેગલેસ દિવસના ભાગ સ્વરૂપે વિધાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી થાય તે માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં આયોજિત કરવામાં આવે છે. જે પૈકી યોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે બાળમેળા અને ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનું આયોજન કરવામાં આવે છે.

આ બાળમેળા અને લાઇફસ્કીલ (જીવન કૌશલ્ય) આધારિત બાળમેળા ની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ બાળવાર્તા માટીકામ, રંગપૂરણી, હસ્તકલાની કામગીરી, ચીટકકામ, કાગળકામ, ગળીકામ, બાળવાર્તા આધારિત નાટક, વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી જેવી વિવિધ પ્રવૃત્તિઓઅને રમતોના માધ્યમથી વિધાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
1. બાળમેળાના મુખ્ય હેતુઓ-વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃતિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે.
વિધાર્થીઓમાં સહકાર નેતૃત્વ, લોકશાહીની ભાવના, સાહસિકતા વગેરની ખિલવણી થાય
વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને મૌલિકતા વિકસે.
વિદ્યાર્થીઓમાં જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો કેળવાય.
વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે. વિદ્યાર્થીઓની મનોસામાજીક માવજત થાય.
2. લાઇફ સ્કીલમેળાના મુખ્ય હેતુઓ-વિદ્યાર્થીઓ રોજિદા જીવનના પડકારોને હકારાત્મકથી ઝીલવા અને દૈનિક જીવનની જરૂરિયાતને કુશળતાપૂવર્ક પૂર્ણ કરવા વિવિધ કૌશલ્ય કે આવડત પ્રાપ્ત કરી શકે.
જીવનકૌશલ્યો થકી વિધાર્થીઓની શારીરિક અને માનસિક ક્ષમતાઓને ખીલવી તેમના વ્યક્તિત્વની સર્વાગી વિકાસ સાધી સ્વસ્થ, સફળ,સુખમય અને શાંતિમય જીવન જીવતાં શીખે.
વિવિધ પ્રવૃત્તિઓથી વિધાર્થીઓનું વાસ્તવિક જીવન સાથે અનુબંધ જોડાશે તેમજ વધુ ઉન્નત અને બહેતર જીવન જીવવા તૈયાર થાય.
પોતાના રોજિદા જીવનમાં નાના-મોટા પ્રશ્નો જાતે હલ કરવાથી સ્વાવલંબી બને
શાળા અને સમાજ વચ્ચેનો નાતો વધુ વિકસે.
નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લઈ બાળમેળા અને લાઇફ સ્કીલ મેળાનું આયોજન કરવાનું રહેશે.


તા.27-7-2024 શનિવારના દિવસે ધો. 1 થી 5 ના બાળકો માટે બાળમેળો અને

તા.03-08-2024 શનિવારના દિવસે ધો. 6 થી 8 ના બાળકો માટે (બાળમેળો) લાઇફસ્કીલ મેળાનું આયોજન કરવાનું રહેશે.બાળમેળો અને લાઇફસ્કીલ મેળાની પ્રવૃત્તિ માટે ગુજરાત રાજયની સરકારી પ્રાથમિક શાળાઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ, આશ્રમશાળા, કે.જી.બી.વી., મોડેલ સ્કૂલનો સમાવેશ કરવાનો રહેશે.
શાળાના બાળકો વિવિધ પ્રવૃત્તિઓથી અવગત થાય તથા આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે હેતુસર શાળામાં બાળમેળો અને લાઇફસ્કીલ મેળા યોજાય તેવું આયોજન કરવાનું રહેશે.
બાળમેળા અને લાઇફસ્કીલ મેળાની પ્રવૃત્તિ પૂર્વે શિક્ષકે જે તે પ્રવૃત્તિનું નિદર્શન કરાવવાનું રહેશે. ત્યાર બાદ બાળમેળા અને લાઇફસ્કીલ મેળાની જુદી જુદી પ્રવૃત્તિમાં શાળાના દરેક
બાળકો ભાગ લઇ શકે તે રીતે જુદા જુદા ગ્રુપમાં રોટેશન મુજબ આયોજન કરવું
બાળમેળા અને લાઇફસ્કીલ મેળાબંનેમાં “ટોક શો” ની પ્રવૃત્તિમાં નીચે સૂચિત વિષયો
આપવામાં આવેલ છે. આ સિવાયના વિષયો આપના અનુભવના આધારે ઉમેરી શકાશે.
ટોક શો”ના સૂચિત વિષયોઃ

(1) મારા સપનાનું ભારત

(2) પર્યાવરણ બચાવો દેશ બચાવ

(3) સ્વાસ્થ્ય અને સુખાકારી,

(4) મારી શાળા મારા વિચારો

(5) મારી સામાજિક ફરજ

(6) ટ્રાફીક અવેરનેશ,

(7) પોક્ષણયુક્ત ખોરાકનો સ્વીકાર,

(8) મારી સલામતી સૌની સલામતી,

(9) આપણા ઉત્સવો

(10) મારું કૌશલ્ય-મારું ભવિષ્ય,

(11) આપણો સાંસ્કૃતિક વારસો,

(12) ઇન્ટરનેટ અને ટેકનોલોજી –આશીર્વાદ કે અભિશાપ,

(13) એક ભારત શ્રેષ્ઠ ભારત,

બાળમેળા અને લાઇફ સ્કીલ (જીવન કૌશલ્ય) બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક સૂચિત પ્રવૃત્તિઓ અહીં આપવામાં આવેલ છે. આ સિવાયની પ્રવૃત્તિઓ પણ ઉમેરી શકાશે.

(૧) બાળમેળા માટે સૂચિત પ્રવૃત્તિઓઃ

પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 5

બાળવાર્તા બાળવાર્તા આધારિત નાટક, માટીકામ, છાપકામ, કાતરકામ, ચીટકકામ, ચિત્રકામ, ગડીકામ, રંગપૂરણી, કાગળકામ, 1 થી 5 બાળ રમતો, એકમિનિટ, પઝલ્સ, હાસ્ય દરબાર, ગીત-સંગીત- અભિનય, પપેટ શો, ગણિત ગમ્મત. વેસ્ટમાંથી બેસ્ટ, વિજ્ઞાનના સાદા પ્રયોગો, વેશભૂષા વગેરે પ્રવૃત્તિઓ યોજી શકાશે.

ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8

ફ્યુઝ બાંધવો, સ્ક્રૂ લગાવવો, કુકર બંધ કરવું ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર રીપેર કરવું શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુકસાનની સમજ, હાથ ઉપર મહેંદી લગાવવી, વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું રંગોળી બનાવવી વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોનો સમાવેશ કરી શકાય.

શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર ધ્વજ વંદન માટેની પ્રવિધિનો સ્ટોલ, મેટ્રિકમેલા અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા, વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વધે તે હેતુસર બાળકોના વજન/ઉંચાઇ માપવી, સર્વાંગી શિક્ષણ ના પાઠ્યપુસ્તકમાં શા.શિ. ના એકમોમાં આપેલા મેદાનના માપ મુજબ મેદાન દોરાવવાની પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિઓ યોજી શકાશે.

વર્ષ 2024-2025માં બાળમેળા અને લાઇફસ્કીલ મેળાના આયોજન બાબત :Lifeskills Medo

આ સાથે મોનીટરીંગ માટેનું મૂલ્યાંકન-મોનીટરીંગ ફોર્મ સામેલ છે. બાળમેળા અને લાઇફ

સ્કીલ (જીવન કૌશલ્ય) બાળમેળા યોજાય તે દરમ્યાન ડાયટના લેકચરરશ્રી દ્વારા મોનીટરીંગ

કરવું અને આ ફોર્મ અવશ્ય ભરવું અને તેનું વિશ્વેષણ કરી તારણો તારવવા જિલ્લામાં બાળમેળા અને લાઇફ સ્કીલ (જીવનકૌશલ્ય) બાળમેળા યોજાય તે દરમ્યાન

ફોટોગ્રાફ તેમજ જુદી જુદી પ્રવૃત્તિઓની વીડીયો ક્લીપ બનાવવાની રહેશે. બાળમેળા અને લાઇફ સ્કીલ મેળા યોજવા માટેની ગ્રાન્ટ ફાળવણીનું પત્રક આ સાથે

સામેલ છે. બાળમેળા અને લાઇફ સ્કીલ (જીવનકૌશલ્ય) મેળા માટે આપના દ્વારા વિદ્યાર્થીની સંખ્યા

આધારિત મોકલવામાં આવેલ શાળાની સંખ્યા મુજબ જિલ્લાની સરકારી પ્રાથમિક

શાળાઓ, નગર પ્રા.શિ.સ. સંચાલિત પ્રા. શાળા, મહાનગર પ્રા.શિ.સ. સંચાલિત પ્રા. શાળા,

કે.જી.બી.વી, આશ્રમશાળા, મોડેલ સ્કૂલ પ્રત્યેક શાળાને નીચે મુજબ વિદ્યાર્થીની સંખ્યા આધારિત ગ્રાન્ટની ફાળવણી નીચે મુજબ શાળા કક્ષાએ RTGS થી કરવાની રહેશે.

BALMELA ANE LIFE SKILL MELA BABAT NO LATEST PARIPATRA


BALAKO MATE RANGPOORANI KARVA COLOURFUL BEST BOOK USEFUL FOR ALL SCHOOL

મહત્વપૂર્ણ લિંક
બાળમેળા માટે ઉપયોગી વિવિધ 100 પ્રવૃતિઓની PDF ફાઈલ

બાળમેળા માટે ઉપયોગી પ્રવૃત્તિઓ ની PDF ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

બાળમેળા ની આયોજન ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ફિંગર છાપ- અંગૂઠા ની છાપથી બનતી આકૃતિઓ ની PDF ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ગડીકામના નમુનાની pdf ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ધોરણ 1 થી 5 બાળમેળો અહેવાલ કરવા માટે અહી ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક
ધોરણ 6 થી 8 લાઈફ સ્કીલ મેળો અહેવાલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

વર્ષ 2024-2025 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજનની માર્ગદર્શક સૂચનાઓ મોકલવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


IMPORTANT LINKS

COLOUR BOOK CLICK HERE TO DOWNLOAD.

Balmela mate Upyogi Rangpurani na Chitro ni PDF file1 THI 100 SUDHINA ANKO (RANG PURANI MATE) : CLICK HERE.
1 THI 100 SHABDO MA : CLICK HERE.
NA MA GA JA KAKKO & ABCD : CLICK HERE.
CHHAPKAM KARVA MATE : CLICK HERE.
BALMELA MATE NA CHITRO : CLICK HERE
ANIMAL CHITRA PDF FILE : CLICK HERE.
ENGLISH KAKKO : CLICK HERE.
KRISHNA COLOUR FILE : CLICK HERE.
BALMELA MATE NA VIBHAG : CLICK HERE.
BALMELA ACTIVITY FILE : CLICK HERE.
BALMELA NU MODULE : CLICK HERE.
BALMELA WORD FILE 6 THI 8 : CLICK HERE.
RANGPURNI CHITRO IN PDF
USEFUL FOR PRIMARY SCHOOL STUDENTS
BALMELA NA CHITRO
TAPKA JODI CHITRO BANAVO
RANGPURNI
PRANI CHITRO
PAXI CHITRO
TREES CHITRO
FAL CHITRO
OUR HELPER CHITRO
PRAGNA SPECIAL


બાલમેળા પરીપત્ર અહીં ક્લિક કરો


Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.


Related Posts

Subscribe Our Newsletter