-->

Join Group

Ad Unit (Iklan) BIG

Gujarat rain forecast: હવામાન વિભાગની આગાહી: આગામી ત્રણ દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ

Gujarat rain forecast: હવામાન વિભાગની આગાહી: આગામી ત્રણ દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ

Gujarat rain: રાજ્યમાં ત્રણ દિવસમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ સાથે અમદાવાદમાં પણ કેટલીક જગ્યાએ હળવો વરસાદ થઇ શકે છે.



અમદાવાદ: રાજ્ય પર છેલ્લા 15 દિવસથી કોઇ ભારે વરસાદ વરસ્યો નથી. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં ત્રણ દિવસમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ સાથે અમદાવાદમાં પણ કેટલીક જગ્યાએ હળવો વરસાદ થઇ શકે છે.

ઉત્તર ગુજરાતમાં આગાહી 

અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે આજે બપોરે આપેલી આગાહી પ્રમાણે, રાજ્યમાં 24 કલાકમાં સાઉથ ગુજરાતના કેટલાક વિસ્તારો જેમકે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, દાહોદ, મહિસાગરના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.

આગામી 24 કલાકમાં 

આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરીએ તો કચ્છમાં વરસાદ ન પડવાની શક્યતા છે. એટલે આ વિસ્તાર મોટાભાગે ડ્રાય રહેવાની સંભાવના છે. ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, અમરેલીના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની શક્યતા 

સૌરાષ્ટ્રની વાત કરીએ..

અભિમન્યુ ચૌહાણે એમ પણ જણાવ્યુ કે, બે દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદ ન બરાબર થવાની શક્યકતા છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો કચ્છમાં ડ્રાય જોવા મળશે. આ સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં અમરેલી જૂનાગઢ, અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.

ગુજરાત પર કોઇ સિસ્ટમ સક્રિય નથી

આ સાથે તેમણે અમદાવાદની વાત કરતા જણાવ્યુ કે, અમદાવાદમાં 24 કલાકમાં એક બે સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાત પર કોઇ સિસ્ટમ સક્રિય નથી. હાલ ફીશરમેન અને કોસ્ટલની કોઇપણ પ્રકારની વોર્નિંગ આપવામાં આવી નથી. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, હાલ કેટલાક દિવસોમાં ગુજરાત પર કોઇ સિસ્ટમની સંભાવના નથી.

વરસાદ આગાહિ 15 ઓગષ્ટ

15 ઓગષ્ટે વરસાદ અંગે હવામાન વિભાગની આગાહિ જોઇએ તો ઉતર ગુજરાતમા બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી, તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાત ના વડોદરા,દાહોદ,મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જ્યારે સૌરાષ્ટ્રમા પોરબંદર અને જુનાગઢમા હળવાથી સામાન્ય વરસાદના ઝાપટા પડવાની શકયતાઓ રહેલી છે.

વરસાદ આગાહિ 16 ઓગષ્ટ

16 ઓગષ્ટે વરસાદ અંગે હવામાન વિભાગ ના બુલેટીન મુજબ આગાહિ જોઇએ તો ઉતર ગુજરાત ન અજિલ્લાઓમા જેવા કે બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી, તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાત ના જિલ્લાઓ જેવા કે વડોદરા,દાહોદ,મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જ્યારે સૌરાષ્ટ્રમા પોરબંદર અને જુનાગઢ જિલ્લાઓમા હળવાથી સામાન્ય વરસાદના ઝાપટા પડવાની શકયતાઓ રહેલી છે.

વરસાદ આગાહિ 17 ઓગષ્ટ

17 ઓગષ્ટની વરસાદની આગાહિ જોઇએ તો અમુક જિલ્લાઓને બાદ કરતા મોટા ભાગના જિલ્લાઓમા વાતાવરણ શુષ્ક રહેવાની શકયતાઓ રહેલી છે.

અંબાલાલ પટેલે આગાહી

બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં હવે વરસાદની ગતિવિધિઓ તેજ થશે. કંઈક અંશે સારો વરસાદ આવવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા પડવાના શરૂ થશે. 20 ઓગસ્ટના સુધીમાં વરસાદની ધરી નીચે આવશે. મધ્યપ્રદેશમાં વરસાદી વહન આવશે. જેના કારણે ગુજરાતમાં વરસાદ થશે.
Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter