Chandrayaan 3 : ચંદ્રયાન 3 ને ISRO દ્વારા સફળતા પૂર્વક ત્રીજી ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યું, 9 ઓગષ્ટના રોજ બપોરે 01:40 વાગ્યે ઓર્બીટમાં ફેરફાર કર્યો, જાણો હવે આગળની સફર વિષે.
ISRO આજે એટલે કે 9 ઓગસ્ટે બપોરે 1.40 વાગ્યે ઓર્બિટમાં ફેરફાર કર્યો છે. આ સાથે,હાલ ચંદ્રયાન-3 એવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે જેમાં ચંદ્રથી તેનું લઘુત્તમ અંતર 174 Km અને મહત્તમ અંતર 1437 Km છે.ચંદ્રયાન-3 હવે પછી 14 ઓગસ્ટ 2023 ના રોજ બપોરના 11.30 થી 12.30 કલાકની વચ્ચે પોતાની નવી કક્ષા ધારણ કરશે.
અહિયાં તમને એ પણ જણાવી દઈએ કે,22 દિવસની મુસાફરી પછી, ચંદ્રયાન 5 ઓગસ્ટના રોજ સાંજે 7.15 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું. ચંદ્રના ગુરુત્વાકર્ષણમાં તેને કેદ કરી શકાય તે માટે યાનની ગતિ ઘટાડવામાં આવી હતી. સ્પીડ ઓછી કરવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ યાનના ફેસને પલટીને થ્રસ્ટર 1835 સેકેન્ડ એટલે લગભગ અડધા કલાક માટે ફાયર કર્યું. આ ફાયરિંગ સાંજે 7.12 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું.
GETTING EVER CLOSER TO THE MOON!
THE #CHANDRAYAAN3 SPACECRAFT SUCCESSFULLY UNDERWENT A PLANNED ORBIT REDUCTION MANEUVER. THE RETROFIRING OF ENGINES BROUGHT IT CLOSER TO THE MOON'S SURFACE, NOW TO 174 KM X 1437 KM.
THE NEXT OPERATION TO FURTHER REDUCE THE ORBIT IS SCHEDULED FOR… PIC.TWITTER.COM/VCTNVIMZ4R
આ પેહલા ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યાના એક દિવસ પછી ઇસરોએ ચંદ્રયાન-3 દ્વારા લેવાયેલી ચંદ્રની તસ્વીરો જાહેર કરી હતી.
ઇસરોનું ઐતિહાસિક મિશન ચંદ્રયાન -3 ચંદ્રકક્ષામાં પહોંચી ગયુ છે. ઇસરોએ ચંદ્રયાન-3 દ્વારા લેવાયેલી ચંદ્રની તસ્વીરો જાહેર કરી છે. ચંદ્રયાન 3એ ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યાના એક દિવસ પછી ઇસરોએ એક વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં ચંદ્રયાન-3 દ્વારા લેવાયેલી ચંદ્રની તસવીરો જોવા મળી રહી છે. જેમાં ચંદ્ર વાદળી અને લીલા રંગનો દેખાઇ રહ્યો છે. ચંદ્ર પર કેટલાક ખાડા પણ જોવા મળી રહ્યા છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ જણાવ્યું કે, ચંદ્રયાનને ચંદ્રની નીચલી કક્ષામાં પહોંચાડવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પુરી થઇ ગઇ છે. 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગ થવાની સંભાવના છે.
Chandrayaan 3 |
ચંદ્રયાન 3 ની આગળની યાત્રા:
- 14 ઓગસ્ટ 2023ના રોજ ચોથી ભ્રમણકક્ષામાં સવારના બાર વાગ્યાથી 12:04ની વચ્ચે લાવવામાં આવશે.
- 16 ઓગસ્ટ 2023ના રોજ સવારે 8:38 થી 8:39 વચ્ચે, પાંચમી ભ્રમણકક્ષામાં લાવવામાં આવશે. અહીં તેનું એન્જિન માત્ર એક મિનિટ માટે ચાલુ કરવામાં આવશે.
- 17 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3ના પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થશે. તે જ દિવસે, બંને મોડ્યુલ ચંદ્રની આસપાસ 100 કિમી x 100 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં હશે.
- 18 ઓગસ્ટ 2023ના રોજ લેન્ડર મોડ્યુલનું ડીઓર્બીટીંગ સાંજે 4.00 થી 4.45 વાગ્યાની વચ્ચે થશે. એટલે કે તેની ભ્રમણકક્ષાની ઊંચાઈ ઓછી થઈ જશે.
- 20 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ રાત્રે પોણા બે વાગ્યે ડી-ઓર્બિટ કરશે.
- 23 ઓગસ્ટ 2023ના રોજ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. જો બધું બરાબર રહેશે, તો લેન્ડર લગભગ સાડા છ વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરશે.
Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.