ગુજરાતમાં વરસાદી માહોલ
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે આગાહી કરવામાં આવી છે, જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવતી કાલે એટલે કે 11 ઓગસ્ટના રોજ ગુજરાતમાં હળવો થી માધ્યમ વરસાદ રેહવાની સંભાવના છે, જયારે 12 થી 15 ઓગષ્ટ વચ્ચે રાજકોટ, પોરબંદર અને જુનાગઢ સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં મોટાભાગે હળવો વરસાદ રહેવાની શક્યતાઓ છે. જ્યારે કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની હાલ કોઈ સંભાવાનાઓ નથી તેમ પણ ડૉ. મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું છે.
RAINFALL DISTRIBUTION MAPS DATED 10.08.2023. PIC.TWITTER.COM/1GUMLQESZP
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) August 10, 2023હાલ ગુજરાતમાં વરસાદની એક્ટિવ સિસ્ટમ નથી પરંતુ પશ્ચિમ રાજસ્થાન પર સર્ક્યુલેશન છે જેના કારણે વરસાદ થઈ રહ્યો છે. પરંતુ ભારે વરસાદની શક્યતાઓ નથી. 16થી 18 ઓગસ્ટના રોજ વરસાદી વહન સક્રિય થશે. 20થી 22 ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વરસાદ થશે. 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્ર શરૂ થશે, એટલે મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો કૃષિ પાક માટે પાણી સારું ગણાય છે.
આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં કેવો રેહશે વરસાદી માહોલ11 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
12 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.- 13 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
- 14 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
- 15 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.