-->

Join Group

Ad Unit (Iklan) BIG

WhatsApp Video Messages : વોટ્સએપમાં ઈન્સ્ટન્ટ વિડીયો મેસેજનું નવું ફીચર્સ એડ કરવામાં આવ્યું

WhatsApp Video Messages : વોટ્સએપમાં ઈન્સ્ટન્ટ વિડીયો મેસેજનું નવું ફીચર્સ એડ કરવામાં આવ્યું


WhatsApp Video Messages : વોટ્સએપમાં મેટાએ એડ કર્યું ઈન્સ્ટન્ટ વિડીયો મેસેજનું નવું ફીચર્સ, આવતા અઠવાડિયામાં તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થઇ શકે છે આ ફીચર્સ.

WhatsApp Video Messages

હાલમાં સૌથી વધુ વપરાતું સોસીયલ મીડિયા એટલે વોટ્સએપ એપ છે, જે સમયાન્તરે તેના યુઝર્સને કાઈક ને કાઈક નવા ફીચર્સ આપતું રહે છે, આ વખતે પણ વોટ્સએપમાં મેટાએ એડ કર્યું ઈન્સ્ટન્ટ વિડીયો મેસેજનું નવું ફીચર્સ એડ કર્યું છે. આ પેહલા પણ વોટ્સએપ દ્વારા ‘Silence Unknown Callers’ ફ્યુચર આપવામાં આવ્યું હતું. ઈન્સ્ટન્ટ વિડીયો મેસેજનું નવું ફીચર્સ, આવતા અઠવાડિયામાં તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થઇ શકે છે.

ઈન્સ્ટન્ટ વિડીયો મેસેજ

આ ફીચર્સની વાત કરીએ તો ઈન્સ્ટન્ટ વિડીયો મેસેજ દ્વારા યુઝર્સ ચેટ દરમિયાન ચેટમાં શોર્ટ વિડીયો સેન્ડ અને રીસીવ પણ કરી શકશે. જે ચેટની પરિભાષા બદલી શકશે. આ ફીચર્સની જાણકારી વોટ્સએપ દ્વારા ટ્વીટ કરીને એક નાના વિડીયો દ્વારા આપવામાં આવી હતી.

હતી.

આ ટ્વીટ માં કેહવામાં આવ્યું છે કે કેટલીકવાર તમારે વિશ્વાસ કરવા માટે તેને જોવું પડે છે હવે તમે તે ક્ષણને કેપ્ચર કરી શકો છો જ્યારે તે વિડિઓ સંદેશ સાથે થાય છે.

ઇન્સ્ટન્ટ વિડિયો મેસેજ પણ એક વૉઇસ મેસેજ જેવા જ હોય ​​છે, આ ફીચર્સ વોટ્સએપમાં જમણી બાજુ વોઈસ મેસેજના બટનની જગ્યાએ આપી શકે, જે આપણે ઉપર આપેલ ટ્વીટ વિડીયોમાં જોઈ શકાય છે. આ ફીચર્સમાં વોઈસ સાથે વિડિયો હશે, રેકોર્ડિંગ પ્રોસેસ પણ વૉઇસ મેસેજ જેવી જ છે. યુઝર્સએ વિડિઓ મોડ પર સ્વિચ કરવા અને તેમના કોન્ટેક્ટ સાથે 60 સેકન્ડ સુધીની વિડિઓ શેર કરવા માટે ટેક્સ્ટ ફીલ્ડની જમણી બાજુના આઇકોનને ટેપ કરી શકે છે. તેઓ હેન્ડ્સ-ફ્રી વિડિયોને લૉક કરવા અને રેકોર્ડ કરવા માટે ઉપર સ્વાઇપ પણ કરી શકે છે.WhatsApp Video Messages, Image Source From : META

આમ જોવા જઈએ તો વોટ્સએપ પહેલાથી જ ફોટા (ઈમેજ) કે વીડિયો મોકલવાનો વિકલ્પ આપે છે. જો કે, આ નવું ફીચર વીડિયો મેસેજ મોકલવાની આ પ્રક્રિયાને પહેલા કરતા ઝડપી બનાવ છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે આ સંદેશાઓ સુરક્ષિત તેમજ વાતચીત માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે.

આ ફીચર્સ નિયમિત વિડિયોથી અલગ થવાની સંભાવના છે, ઉપર આપેલ વિડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે વિડીયો મેસેજ ચેટની અંદર ગોળાકાર સ્વરૂપમાં દેખાય છે. જેમાં આપણે જોઈ શકીએ કે આ શોર્ટ વિડીયો પર મ્યુટની નિશાની આવે છે અને વિડીયો પ્લે પણ હોય છે, પરંતુ યુઝર્સ તેમાં વોઇસ સાંભળવા માટે તેમના પર ટેપ કરી શકે છે.

Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter