આજથી હેલ્મેટ પહેર્યા વિના કે સીટ બેલ્ટ વિના વાહન ચલાવવું ભારે પડશે, ટ્રાફિકની મેગા ડ્રાઈવ શરૂ થઈ
ટ્રાફિક બ્રિગેડના IGPએ પોલીસને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. તમામ શહેરો અને જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું કડકાઈથી પાલન કરવાની અને તમામ જિલ્લાને દંડની વિગત બીજા દિવસે આપવાની સૂચના આપવામાં આવીઆજથી 15 માર્ચ સુધી રાજ્યમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ છે, એટલે હેલ્મેટ પહેર્યા વિના કે સીટ બેલ્ટ વિના વાહન ચલાવવું ભારે પડશે. આ સાથે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક બ્રિગેડના IGPએ પોલીસને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. તમામ શહેરો અને જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું કડકાઈથી પાલન કરવાની અને તમામ જિલ્લાને દંડની વિગત બીજા દિવસે આપવાની સૂચના આપવામાં આવી છે.
Traffic Drive
ગુજરાત પોલીસને હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના વધુમાં વધુ કેસ કરવા માટે આદેશ કરાયો છે અને સાથે જ પોલીસને એવો પણ આદેશ કરવામાં આવ્યો છે કે, શહેર અને જિલ્લામાં રોજની કામગીરીની સમીક્ષા કર્યા બાદ તેનો અહેવાલ પણ મોકલવામાં આવે. આ આદેશ બાદ ગુજરાત પોલીસ આજથી 15 માર્ચ સુધી વિવિધ વિસ્તારોમાં આ ખાસ ડ્રાઈવ યોજાશે. જેમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના વઘુમાં વધુ દંડ કરવામાં આવશે. નોંધનીય છે કે, કોરોનાકાળ દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા માસ્કને લઈને પણ ઠેર-ઠેર ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં કરોડો રૂપિયાનો દંડ પોલીસે ઉઘરાવ્યો હતો. ત્યારે હવે આજથી હેલ્મેટ અને સીટબેલ્ટનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે.
આજથી શરૂ થતી ટ્રાફિકની ડ્રાઈવ આખા ગુજરાતમાં ચાલશે. જેમાં ટ્રાફિક વિભાગને કડક પણે ટ્રાફિકના નિયમોનો અમલ કરાવવાની સૂચના અપાઈ છે. તેથી આજથી રાજ્યભરમાં ક્યાંય ગાડી લઈને નીકળો તો સાવધાન. સીટબેલ્ટ બાંધીને નીકળજો અને હેલમેટ પહેરીને નીકળજો. જો આજથી રાજ્યમાં હેલમેટ વગર પકડાયા તો પહેલીવાર 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. અને જો કારમાં સીટ બેલ્ટ વગર પકડાશો તો 500 રૂપિયાનો દંડ થશે. પરંતુ બીજીવાર પકડાશો તો આ દંડ બેવડાઈ જશે. બીજીવારમાં તમારી પાસેથી 1000 રૂપિયા વસૂલાશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સમયાંતરે ટ્રાફિક ડ્રાઈવ યોજાતી રહે છે. જેમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે કે નહિ તેની ચકાસણી કરવામાં આવે છે. આ ડ્રાઈવ અંગે તમામ શહેરોના પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને પત્ર લખીને જાણ કરવામાં આવે છે. જેના બાદ ડ્રાઈવ શરૂ કરવામાં આવે છે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની 3 દિવસ માટે સીટબેલ્ટ પહેરવા અંગે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવનો હેતુ કારમાં બેઠેલા તમામ વ્યક્તિઓને ફરજીયાત સીટ બેલ્ટ પહેરવા અંગે જાગૃતિ આવે તે માટેનો હશે.
પોલીસ અધિકારીનું કહેવું છે કે, દંડની વસૂલાત માટે હાલ કોઈ સૂચના નથી પણ પોતાની સુરક્ષા એ વાહન ચાલકની જવાબદારી હોવાથી ત્રણ દિવસની ઝૂંબેશમાં માત્ર સમજાવટ કરવામાં આવશે.

નિયમોનુ ઉલ્લંઘન કરનાર સામે થશે કડક કાર્યવાહી
- રાજ્યમા સ્પેશીયલ ટ્રાફીક અંતર્ગત ટ્રાફીક નિયમોનુ ઉલ્લંંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામા આવશે. અમદાવાદમા કાર ચાલક દ્વારા નોર્દોષ 10 લોકોને મોતને ઘાટ ઉતારતા આ અકસ્માતની ઘટનાની રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાથી નોંધ લેવામા આવી છે. ટ્રાફીક ડ્રાઇવ અંતર્ગત ઓવર સ્પીડ મા વાહનો ચલાવતા કે ડોકયુમેન્ટ વગર વાહન ચલાવતા માલૂમ પડશે તો નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામા આવશે.રાજયમા 1 મહિના સુધી ચાલસે પોલીસની સ્પેશીયલ ડ્રાઇવ
- ઓવર સ્પીડે વાહન હંકારતા અને સ્ટંટબાજોને પકડવા પોલીસની મેગા ડ્રાઇવ
- દરેક જિલ્લાના DGP ને આપવામા આવ્યા આદેશ
- લાયસન્સ, હેલ્મેટ, ડોકયુમેન્ટ વગર વાહન ચલાવતા વાહન ચાલકો સામે થશે કાર્યવાહી
- ઓવર સ્પીડે વાહન ચલાવતા વાહન ચાલકો સામે પણ થશે કાર્યવાહીઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં મોત થતાં શહેર પોલીસે આ બીડું ઝડપ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું પ્રાથમિક તપાસમાં પોલીસ અકસ્માતનું કારણ ઓવરસ્પીડ અને રોંગ સાઇડથી ઓવરટેક હોવાનું માની રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પાછળ બેસેલા સાયરસ મિસ્ત્રીએ સીટ બેલ્ટ ન હોતો બાંધ્યો.
જાણો શું છે હાલનો નિયમ?
- કેન્દ્રીય મોટર વાહન નિયમ (1989)ની કલમ 138(3) અનુસાર કારમાં સીટ બેલ્ટ આપવામાં આવી છે અને તે દરેક કાર ચાલકે ખાસ કરીને આગળની સીટ પર બેઠેલી વ્યક્તિએ સીટ બેલ્ટ લગાડવો જરૂરી છે. સાથે જ 5 સીટર કારમાં પાછળ બેસતા લોકોને સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. તો 7 સીટર કારમાં પાછળ બેઠલા યાત્રિકોના ફેસ સામે બાજુ છે, તેમાં કાર ચાલતી હોય ત્યારે બેલ્ટ લગાડવો જરૂરી છે.
વાહન ચલાવતી વખતે શું ધ્યાન રાખશો ?
- તમારી પાસે ડ્રાઇવીંગ લાયસન્સ હોય તો જ વાહન ચલાવવુ જોઇએ.
- વાહન ચલાવતી વખતે તે વાહનના આર.સી. બુક, વિમો વગેરે જરૂરી ડોકયુમેન્ટ અચુક હોવા જોઇએ.
- તુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ અચુક પહેરવુ જોઇએ.
- ફોર વ્હીલ ચલાવતી વખતે સીટ બેલ્ટ અચુક બાંધવો જોઇએ.
- વાહન ઓવર સ્પીડે ન ચલાવવુ જોઇએ.
- વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ ટાળવો જોઇએ.
- હંમેશા તમારૂ સંપૂર્ન ધ્યાન વાહન ચલાવવામા જ હોવુ જોઇએ.
- ટ્રાફીક નિયમોનુ અચુક પાલન કરવુ જોઇએ.
Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.