-->

Join Group

Ad Unit (Iklan) BIG

કારગીલ વિજય દિવસ 2023 : “યાદ કરો વો કુરબાની” જાણો “કારગીલ યુદ્ધ” નો ઈતિહાસ

કારગીલ વિજય દિવસ 2023 : 26 જુલાઈ વિજય દિન અથવા તો કારગીલ વિજય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, કારગીલ યુદ્ધમાં જવાનોની શહાદત દેશ ક્યારેય નહિ ભૂલે.

કારગીલ વિજય દિવસ 2023

પાકિસ્તાનની સેના એ વર્ષ 1999માં કારગીલના ઉંચાઈ વાળા વિસ્તાર પર કબજો કર્યો હતો, ત્યારબાદ ભારતીય સેના દ્વારા “ઓપરેશન વિજય” શરુ કરવામાં આવ્યું હતું, આ યુદ્ધને “કારગીલ યુદ્ધ” તરીકે પણ ઓળખવામાં આવેછે. કારગિલ યુદ્ધથી ઓળખાયેલા આ યુદ્ધને ભારતીય સૈન્યની વીરતા માટે કાયમ યાદ રાખવામાં આવે છે. આ યુદ્ધમાં લગભગ 60 દિવસમાં ભારતે વિજય મેળવ્યો હતો.

ભારત દેશ આજે કારગિલ દિવસના અવસર પર સેનાના શહીદ બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. 1999માં આ દિવસે 60 દિવસના યુદ્ધ બાદ સેનાએ કારગીલમાં પાકિસ્તાની સેનાને હરાવ્યું હતું. આ યુદ્ધમાં સેનાએ પોતાની અદમ્ય હિંમત બતાવીને પાકિસ્તાની સેના સામે વિજય મેળવ્યો હતો. આ પ્રસંગે દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.

આ યુદ્ધ પર ઘણી ફિલ્મો પણ બની છે, જેમાં ભારતીય સેનાનો અદભુત સાહસ દર્શાવામાં આવ્યો છે, આ યુદ્ધમાં ઘેર ઘેર જાણીતું નામ થયું એ છે કેપ્ટન બત્રા, જેમના જીવન પર પણ ફિલ્મ બનાવામાં આવેલ છે.

કેપ્ટન બત્રાની વાત કરીએ તો પોઈન્ટ 5140 પર કબ્જો કર્યા પછી પોઈન્ટ 4875 પર કબ્જો કરવા માટે 7 જુલાઈ 1999ના રોજ કેપ્ટન વિક્રમ બત્રાના નેતૃત્ત્વમાં 13 જેએકે આરઆઈએફ સોંપવામાં આવ્યા હતા. કેપ્ટન બત્રાએ આ યુદ્ધનું નેતૃત્ત્વ કર્યું. વિક્રમ બત્રાએ એકલા હાથે દુશ્મનના પાંચ લડાકૂને ઠાર કર્યા અને ગંભીરરૂપે ઘાયલ થયા. ઘાયલ થવા છતાં દુશ્મન સંગર તરફ આગળ વધ્યા અને દુશ્મને ઠાર કરવા માટે હાથગોળા ફેંક્યા. વિક્રમ બત્રાની બહાદુરી જોઈને તેમના સાથી સૈનિકો પ્રેરિત થયા હતા, ત્યારપછી વિક્રમ બત્રા શહીદ થયા હતા.

આ સિવાય તોલોલિંગ યદ્ધ, ટાઇગર હિલની લડાઈ પણ મોટી ગણવામાં આવે છે, ટાઈગર હિલ યુદ્ધને પોઈન્ટ 5353ની લડાઈ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય સેનાની રાજપૂતાના રાઈફલ્સની બીજી બટાલિયને તોલોલિંગ પર ફરી એકવાર કબજો કર્યો હતો.

આ યુદ્ધમાં ભારતમાંના વીર સપૂતોએ માતૃભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આ દિવસે, દ્વાસમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યુદ્ધમાં શહીદ થયેલા તમામ ભારતમાંના સપુતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. જેમાં ટ્વિટ કરીને પ્રધાનમંત્રીએ લખ્યું કે, કારગિલ વિજય દિવસ ભારતના તે બહાદુરોની શૌર્ય ગાથાને સામે લાવે છે, જે હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા બની રહેશે. આ ખાસ દિવસે, હું હૃદયથી તેમને નમન કરું છું અને વંદન કરું છું.

કારગીલ વિજય દિવસ 2023

રક્ષામંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના પ્રધાનો, સેનાના ટોચના કમાન્ડર અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડિયર (નિવૃત્ત) બીડી મિશ્રા દ્રાસ ખાતે કારગિલ વિજય દિવસના કાર્યક્રમમાં હાજરી આપી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ટ્વિટ કરીને મુખ્યમંત્રીએ કહ્યું કે, કારગિલ યુદ્ધમાં અદ્વિતીય સાહસ અને શૌર્યથી ભારતની વિજયપતાકા લહેરાવનાર ભારતીય સેનાના સૌ વીર જવાનોને વંદન. ભારતમાતાની રક્ષા કાજે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ
Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter