-->

Join Group

Ad Unit (Iklan) BIG

Rain forecast Gujarat:સૌરાષ્ટ્ર થી લઇ ઉતર/દક્ષિણ ગુજરાત સહીત 30 જૂન સુધી મધ્યમ થી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ આજે આ વિસ્તારોમાં ખાબકશે ધોધમાર વરસાદ
Gujarat Monsoon: 'ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે. 24 કલાક બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસું બેઠું છે. બે દિવસ બાદ ચોમાસાનું જોર વધી શકે છે. આજથી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે.'
Rain forecast Gujarat:સૌરાષ્ટ્ર થી લઇ ઉતર/દક્ષિણ  ગુજરાત સહીત  30 જૂન સુધી મધ્યમ થી અતિ ભારે વરસાદની આગાહી
Rain forecast Gujarat


અમદાવાદ: રાજ્યમાં રવિવારથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં ચાર દિવસ વરસાદી માહોલ સર્જાશે તેવું અનુમાન લગાવ્યુ છે. જેના કારણે ધીરે ધીરે ભેજનું પ્રમાણ ઓછું થશે અને વાતાવરણમાં ઠંડક પ્રસરશે. રવિવારે હવામાન વિભાગે જણાવ્યું હતુ કે, રાજ્યમાં ચાર દિવસ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.


હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રવિવારે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે. 24 કલાક બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસું બેઠું છે. બે દિવસ બાદ ચોમાસાનું જોર વધી શકે છે. આજથી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે.


હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે 26મી તારીખે રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અરેલી, ગીરસોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના કેટલાક સ્થળોએ પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે કચ્છના કેટલાક સ્થળોએ પણ વરસાદ થઇ શકે છે.


અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા એમ પણ જણાવ્યુ કે, ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ રહેશે. અમદાવાદમાં પણ આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 27મી તારીખે એટલે મંગળવારે દક્ષિણ ગુજરાતના વલસાડના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અને દમણ, દાદરા નગરમાં ભારે વરસાદની સંભાવના છે.


આગાહી પ્રમાણે, 28મી તારીખે એટલે બુધવારે, દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓ નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.


આગાહી પ્રમાણે, 29મી તારીખે ગુરુવારે, દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.


રવિવારે અમદાવાદમાં આજે ભેજનું પ્રમાણ સવારે 78 ટકા અને સાંજે 77 ટકા હતું. હવામાન વિભાગની આગાગી અનુસાર અમદાવાદમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. 28થી 30 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત આગામી 30 જૂન સુધી સરેરાશ મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ જ રહેશે

Sky mate ની આગાહી

પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટ મુજબ આજથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, પંચમહાલ, ડાંગમાં સારો વરસાદ રહેશે તેવું જણાવ્યુ છે. આ સાથે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં છૂટોછવાયો વરસાદ પાડવાની શક્યતાઓ છે. આ તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં હળવો વરસાદ રહેશે તેવું જણાવ્યુ હતું.
છેલ્લા 24 કલાકનો વરસાદ

ગુજરાતના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગર જિલ્લાના ઘોઘામાં 3 ઈંચ, ઘોઘા સિવાય અમરેલીમાં 24 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં બરવાળા અને ભાવનગરમાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે માંગરોળ, વાગરા, ભરૂચમાં 1.5 ઈંચ, સાયલા, બોટાદ, ગોંડલ અને શિહોરમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટ, બાબરા અને મોડાસામાં સવા ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે પડધરી, કોટડા સાંગાણી અને કુતિયાણામાં 1-1 ઈંચ, લાઠી અને જામનગરમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો.

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે. સોમવારે છૂટાછવાયા ઝાપટાં પડે તેની સંભાવના છે.


Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter