સુરત : મોટા શહેરોમાં સામાન્ય રીતે શિક્ષણમાં ભેદભાવ જોવા મળે છે. લોકોનું માનવું છે કે ઊંચી ફી અને ખાનગી શાળામાં જ બાળકો માટે શિક્ષણની કેળવણી થશે. પરંતુ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી પ્રમુખસ્વામી મહારાજ શાળાએ (ક્રમાંક 46) લોકોનો આ ભ્રમ ભાંગ્યો છે. આ સ્કૂલને એકવાર જોતા લાગે જ નહીં કે આ સરકારી શાળા છે. આ શાળામાં એડમિશન મેળવવા માટે હજારથી વધુ વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે.
સુરતઃ મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણની મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળા ક્રમાંક નં 344 અને 346 શરૂ થયાના માત્ર ત્રણ વર્ષમાં જ એડમિશન માટે વિદ્યાર્થીઓની પડાપડી થઈ રહી છે. આજથી વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા શરૂ થતાની સાથે જ મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળામાં વાલીઓની લાઈનો લાગી ગઈ છે.
સુરતઃ મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણની મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળા ક્રમાંક નં 344 અને 346 શરૂ થયાના માત્ર ત્રણ વર્ષમાં જ એડમિશન માટે વિદ્યાર્થીઓની પડાપડી થઈ રહી છે. આજથી વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા શરૂ થતાની સાથે જ મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળામાં વાલીઓની લાઈનો લાગી ગઈ છે.
આ સરકારી શાળામાં એડમિશન લેેવા માટે લાંબું વેઈટિંગ, જુઓ વીડિયો |
98 ટકા જેટલી અરજીઓ તો ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓની
- સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણમાં 2017માં 300 વિદ્યાર્થીની સંખ્યા સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળા ક્રમાંક નં 344 શરૂ કરવામાં આવી હતી. જોકે, બે જ વર્ષમાં અન્ય એક સ્કૂલ શ્રી પ્રમુખસ્વામી મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક 346ને મર્જ કરી વર્ગો વધારી દેવાની શિક્ષણ સમિતિને ફરજ પડી હતી.
- આ પાછળનું કારણ એ છે કે, સ્કુલમાં વર્ગની સંખ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીના સમાવેશ બાદ પણ હાલ નવા એડમીશન માટે વિદ્યાર્થીઓનો ઘસારો છે. નવા એડમિશન માટેની અરજીઓમાં 98 ટકા જેટલી અરજીઓ તો ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓની છે.
સર-ટીચરને બદલે ગુરૂજી અને દીદીનું સંબોધન
- ઉત્રાણની સ્કૂલમાં શિક્ષણનું સ્તર સુધરવા પાછળનું કારણ આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે કરેલી આત્મિયતા છે. શાળના આચાર્યએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે આત્મીયતા હોય અને વિદ્યાર્થીઓ તેમની સમસ્યા સરળતાથી રજૂ કરી શકે તેવું વાતાવરણ સ્કૂલમાં બનાવવામા આવ્યું છે.
- સ્કૂલમાં સર અને ટીચરનું સંબોધન વિદ્યાર્થીઓ કરતાં જ નથી તેના બદલે ગુરૂજી અને દીદીનું સંબોધન કરે છે. આવા પ્રકારના સંબોધનના કારણે આત્મિયતા વધતાં ગુરૂ અને વિદ્યાર્થી વચ્ચેનો ગેપ ઘટી જતાં તેઓની સમસ્યા ઘણી સરળતાથી દૂર થઈ શકે અને તેના કારણે જ શિક્ષણનું સ્તર વધુને વધુ ઉંચુ લાવવાના પ્રયાસમાં સફળતા મળી રહી છે.
ખાનગી શાળા છોડીને આવી રહ્યા છે વિદ્યાર્થીઓ
- આ શાળામાં અધ્યતન ટેકનોલોજી સાથે બાળકોમાં નૈતિક મૂલ્યાંકનનુ શિક્ષણ પણ આપવામાં આવે છે.
- અહીં દરેકે દરેક બાળકો ખાનગી શાળાની જેમ જ સમયસર શાળાએ આવે છે અને શાળા દ્વારા પણ ખાનગી શાળાની જેમ જ સ્વચ્છતાનું પાલન કરવામાં આવે છે. અનેક ખાનગી શાળાના બાળકોએ તે શાળા છોડીને અહીં સરકારી શાળામાં એડમિશન લીધું.
- મહત્વની વાત તો એ છે કે આ શાળાની બાજુમાં જ ઇન્ટરનેશનલ અંગ્રેજી માધ્યમની શાળા પણ છે. આમ છતાં આ સરકારી શાળામાં એડમિશન લેવા માટે પડાપડી થાય છે. આ સરકારી સારા સૌથી સારી છે એ બાબતનું ઉદાહરણ આપવા માટે શાળાના મુખ્ય શિક્ષકે સૌથી પહેલું એડમિશન પોતાના બાળકનું એડમિશન પણ આ જ શાળામાં કરાવ્યું હતું અને આજે અહીંના તમામ સ્ટાફ ના બાળકો પણ આ સરકારી શાળામાં જ શિક્ષણ લઈ રહ્યા છે.
શિક્ષણ સાથે કરાવાય છે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
- આ શાળાના મુખ્ય શિક્ષક ચેતનભાઇ હીરાપરાએ જણાવ્યું હતું કે, અમારી શાળામાં બાળકોને શિક્ષણ સાથે બાહ્ય જ્ઞાન આપવામાં વધુ મહેનત કરવામાં આવી છે.
- બાળકોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી રાખવા માટે દરેક બાળકનો જન્મ દિવસ વૈદિક રીતે એટલે કે હવન અને પૂજા કરીને ઉજવવામાં આવે છે.
- આ સિવાય બાળકને નૈતિક મૂલ્યાંકન શીખવવા માટે પ્રામાણિકતા પણ શીખવવામાં આવે છે.
બાળકોને મોબાઈલથી દૂર રાખવા સૂચના
- આજના જમાનામાં દરેક બાળકનો સૌથી મોટો પ્રશ્ન એ મોબાઈલ બન્યો છે. જેથી બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે વાલીઓને એક પણ સૂચના કે ઘર કામ મેસેજ કરી જણાવવામાં આવતું નથી.
- બાળકોને જ તમામ સૂચના આપી યાદ રાખવાનું મહત્વ હજુ સુધી અમે જાળવી રાખ્યું છે. જેથી આ શાળામાં એડમિશન લેવા માટે લોકોને લાંબી લાઈનો જોવા મળે છે.
ગત વર્ષે ખાનગી શાળાના 400 વિદ્યાર્થીઓએ એડમિશન લીધા
- ડોક્ટરો, શિક્ષકો, બિઝનેસમેન સહિતના વ્યવસાય સાથે જોડાયેલા વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડી આ શાળામાં મૂકવા તૈયાર થયા છે.
- પરિણામે આ શાળામાં 400થી વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ખાનગી શાળા છોડીને આ સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇન | અહીં ક્લિક કરો |