સૌરાષ્ટ્ર-કચ્છમાં પહેલું રેડ એલર્ટ |
વરસાદે 'ભારે' કરી.! ગુજરાતના 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ, તો 9માં ઓરેન્જ એલર્ટ, જુઓ હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વરસાદ થઈ રહ્યો છે. આવામાં આગામી કલાકો દરમિયાન પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે, આ પછી વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.અમદાવાદ હવામાન કેન્દ્ર ના ડિરેક્ટર મતે વરસાદ કેવો રહેશે
અમદાવાદ હવામાન કેન્દ્ર ના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યના આગામી પાંચ દિવસના હવામાન અંગે કેટલીક મહત્વની વિગતો જણાવી છે. ડૉ મોહંતીએ જણાવ્યું કે ગુજરાતમાં સતત ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આ તમામ જિલ્લામાં 8-8 ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબકી શકે છે. જ્યારે 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. જ્યાં 4થી લઈને 8 ઈંચથી સંભાવના છે. પોરબંદર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં 8 ઈંચ સુધી વરસાદ ખાબકી શકે છે.મળતી વિગતો પ્રમાણે 14 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યાં અઢીથી 4 ઈંચ વરસાદ ત્રાટકવાની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના તમામ વિસ્તારોમાં એકથી પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર ગઢડા, તાલાળા, વેરાવળ, ઉનામાં એક-એક ઇંચ વરસાદ પડ્યો છે.
Monsoon forecast |
ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો
પોરબંદર,ગીર સોમનાથ અને આણંદ તેમજ વડોદરા સુરતમાં વરસાદની આગાહી કરાઈ છે જ્યારે તાપી,નવસારી,ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે. ઓરેન્જ એલર્ટ જાહેર કરાતા 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના પણ અપાઇ છે.આગામી 24 કલાક માં ભારે વરસાદ આગાહી
- આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં એકાદ જગ્યા પર ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે.
- આ સિવાય કેટલાક છૂટાછાવાયા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ પણ છે.
- સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 107 ટકા વધુ વરસાદ થયો હોવાનું ડૉ. મોહંતીએ જણાવ્યું છે.
હવામાન વિભાગ આગાહી
- વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 24 કલાક રાજ્યમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહેશે.
- તેમજ આવતીકાલે છુટા છવાયા વરસાદની સંભાવનાં છે. ત્યારે ઉ. ગુજરાત અને મ. ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદ પડ્યો છે.
- હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.
- નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરી છે.
- તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવનાં છે.
1 લી જુલાઈનાં રોજ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાં છે. ત્યારે આવતીકાલથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદ પડવાની સંભાવનાં ઓછી છે. અમદાવાદમાં છુટો છવાયા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરનાં કારણે ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇન | અહીં ક્લિક કરો |
Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.