What is SAR Value; how to check it
શું મોબાઈલથી થઈ શકે છે કેન્સર?: આ રીતે ચેક કરો તમારા મોબાઈલની SAR વેલ્યુ કેટલી છે ? , જાણી લો કે તમારો ફોન કેટલો ઘાતક બની રહ્યો છે.
મોબાઈલ ફોન યુઝ કરવાના ઘણા બધા ફાયદા છે તો સાથે સાતેહ તેના નુકશાન પણ ઘણા છે. મોબાઇલ ફોનથી થતી સાઈડ ઈફેક્ટ્સ વિશે આપણે અવાર નવાર સાંભળીએ છીએ. સ્માર્ટફોનથી આપણી મેન્ટલ અને ફિઝિકલ હેલ્થને નુક્સાન પહોચતુ હોય તેવા ઘણા સમાચાર સામે આવતા હોય છે.. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મોબાઈલમાંથી નિકળતું રેડીએશન એટલું ઘાતક હોય છે કે તેનાથી આપણા શરીરને ઘણા નુકશાન થાય છે અને તેનાથી કેન્સર જેવી બિમારીઓ પણ ફેલાય છે..જો કે મોબાઈલ કંપનીઓ આ દાવાનો વિરોધ કરી રહી છે, અને મોબાઈલની SAR VALUE ચેક કરવા પર ભાર આપે છે.SAR વેલ્યુ શું છે ? અને તે કેવી રીતે નુકશાનકારક છે ?
- SAR વેલ્યુ એટલે કે Specific Absorption Rate જે દર્શાવે છે કે કોઈ એક ચોક્કસ સમય દરમિયાન મોબાઈલમાંથી નીકળતા રેડિયો ફ્રિકવન્સી રેડિયેશનને તમારુ શરીર કેટલું એબસોર્પ કરે છે તેવો અર્થ થાય છે..એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે મોબાઈલમાં કોઈ કોલ આવે છે અથવા કોલ કરો છો ત્યારે રેડિયો ફ્રિકવન્સીનો એક ભાગ તમારા શરીરના એ પાર્ટના ટિશ્યુમાં પ્રવેશ કરે છે , શરીરન અજે ભાગને મોબાઇલ સ્પર્શ કર્યો હોય. આને મોબાઈલ રેડિયેશન કહેવાય છે. આ રેડિયેશન કારસેનોજેનિક એટલે કે કેન્સરકારક છે તેવુ માનવામાં આવે છે..જો કે SAR વેલ્યુથી તમે જાણી શકો છો કે તમારા ફોનમાંથી નિકળતા આ રેડિયેશન્સ શરીર માટે નુકશાન કારક છે કે નહિ.
કેટલી એસએઆર વેલ્યુ સલામત કહિ શકાય ?
- ભારતીય દૂરસંચાર પ્રાધિકરણ પ્રમાણે મોબાઈલ ફોનથી નીકળતી 1.6 W/Kg SAR Valueને સુરક્ષિત માનવામાં આવે છે.. મતલબ કે જો તમારા ફોનની એસએઆર વેલ્યુ 1.6 W/Kg થી નીચેની છે તો તે સુરક્ષિત કહિ શકાય તેના કારણે કેન્સર થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે.
ફોનની એસએઆર વેલ્યુ ચેક કઈ રીતે કરવી?
- ફોનની SAR વેલ્યુ ચેક કરવી ખુબ સરળ છે..મોટા ભાગે તો ફોનના પેકિંગ બોક્સ પર લાગેલા લેબલ પર જ SAR વેલ્યુ લખેલી હોય છે. .આ ઉપરાંત જે તે કંપનીઓ ફોનના મોડલ પ્રમાણે તેની વેબસાઈટ પર પણ SAR વેલ્યુ નિદર્શિત કરે છે,.
- પણ જો તમે પોતે તમારા ફોનમા જ ચેક કરવા માંગતો હોવ તો તમારે નીચે મુજબ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે
- સૌથી પહેલા તો તમારા સ્માર્ટફોનમા ડાયલ એપને ખોલો. જેમ આપણે કોઇને ફોન લગાવવા માટે ડાયલ એપ ઓપન કરીએ છીતે તેમ.
- ત્યારબાદ તમારે *#07#* નંબર ડાયલ કરવાનો છે અને આપની સ્ક્રિન પર ફોનની SAR વેલ્યુ તમે જોઈ શકશો
- જો તમારા ફોનની એસએઆર વેલ્યુ 1.6 W/Kg થી નીચે છે તો કોઇ પ્રોબ્લેમ નથી પરંતુ જો આ એસએઆર વેલ્યુ 1.6 W/Kg થી વધુ હોય તો તમારે તમારો ફોન બદલવા માટે વિચારવુ જોઇએ
Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.