-->

Join Group

Ad Unit (Iklan) BIG

વર્ષમાં એકવાર મળતું આ ફળ ખાવા થી આખું વર્ષ નીરોગી રહેશો

વર્ષમાં એકવાર મળતું આ ફળ ખાવા થી આખું વર્ષ નીરોગી રહેશો


આજે અમે તમને આ લેખ દ્વારા એક એવા સરસ મજાના ફળ વિશે માહિતી આપવાના છીએ કે જેનો તમે આ ચાલી રહેલો સમય એટલે કે આસો અને કારતક મહિનાના સમયમાં દરરોજનું માત્ર એક જ ફળ ખાવાથી ફાયદો થાય છે. તમે જો આ ફળ નિયમિતપણે ખાવાનું રાખશો એટલે આખું વર્ષ સુધી બીમાર નહિ પડો તેની ગેરંટી. આ ફળ શરદ ઋતુથી પાકવાનું શરુ થઇ જતું હોય છે.





આયુર્વેદમાં શરદ ઋતુને રોગોની રાણી કહી છે એટલા માટે આ ઋતુ દરમિયાન આપણા સૌની તબિયત સારી રહે એટલા માટે કુદરતે એક સરસ મજાના ફળનું સર્જન કર્યું છે આ ઋતુ દરમિયાન ખુબજ વધુ પ્રમાણમાં મળી રહે છે. તો ચાલો આપણે જાણી લઈએ તે ફળના નામ વિશે તો જયારે રામ અને સીતા વનમાં ગયા હતા ત્યારે સીતાને આફળ ખુબજ ગમતું અને એમણે ખાધું પણ હતું એટલા માટે આ ફળને સીતાફળ તરીકે ઓળખવામાં આવે છે.






જો તમે સીતાફળ ખરીદવા માટે જાવ છો તો ખાસ ધ્યાન રાખવાનું કે સીતાફળની આંખો ખુલેલી હોવી જોઈએ તથા તેમના કાપામાં ગુલાબી રંગના આકા જોવા મળતા હોય છે. આસો અને કારતક મહિનાના સમયમાં તમારે ગમે તેમ થાય છતાં પણ એક સીતાફળ તો ફરજીયાત તમારે ખાઈ જ લેવું જોઈએ.

સીતાફળમાં જોવા મળતા મુખ્ય તત્વો : સીતાફળમાં જોવા મળતા મુખ્ય તત્વો જેવા કે પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને આયર્ન છે આ 4 મુખ્ય તત્વો તેમાંથી મળી રહે છે અને તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ સૌથી વધારે પ્રમાણમાં મળી રહે છે અને તેમાં પણ મેગ્નેશિયમનું કામ આપણી માંસપેશીઓને મજબુત કરવાનું કામ કરે છે અને તેમ છતાં પણ આપણા હદયની માંસપેશીઓને મજબુત કરે છે. પોટેશિયમનું મુખ્ય કામ આપણું હદય જે પમ્પીંગ કરે છે એટલે કે હાઈ બીપીને કંટ્રોલ કરવાનું કામ છે.

લીહીની ખામીને મટાડે છે : જે વ્યક્તિને લોહીની ઉણપ હોય છે તે લોકોને માટે સીતાફળ ખાવું ખુબજ ફાયદો કરે છે આ ખામી ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતી હોય છે આ ઉપરાંત પણ જો તમારા શરીરમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હોય તો તેને છુટ્ટા પાડવા માટે પણ સીતાફળ ખુબજ ફાયદો કરે છે.

જો પ્રેગ્નન્ટ મહિલા જો સીતાફળનું નિયમિતપણે સેવન કરશે તો તેના જે ગર્ભ રહેલા બાળકનો સારો એવો વિકાસ થાય છે અને બાળક તંદુરસ્ત રહે છે.

ડાયાબીટીશ વાળા : તમે કદાસ આ સીતાફળનો ગુણ નહિ જાણતા હોવ કે તેની અંદર લો કેલરી અને એન્ટી હાઇપર ગ્લાયસેમીકના ગુણો ભરપુર પ્રમાણમાં હોવાને કારણે આપણી બોડીની અંદર વધુ પડતા શુગરના પ્રમાણને કંટ્રોલ કરવાનું કામ કરે છે તથા તે ડાયાબીટીશને પણ સાવ નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.

ચહેરાને ચમકતો બનાવે છે : સીતાફળની અંદર વિટામીન E ભરપુર માત્રામાં રહેલું હોવાથી ચહેરાને મોસ્યુંરાઈઝ કરવાનું કામ કરે છે. જો તમે સીતાફળનું નિયમિતપણે સેવન કરશો તો તેનાથી ચહેરો બને છે એકદમ ગોરો અને તેજસ્વી.

પાચનની સમસ્યા સામે ફાયદો કરે છે : જો તમે સીતાફળ ખાવાનું શરુ કરી દેશો તો પાચનશક્તિને લગતી કોઇપણ પ્રકારની સમસ્યાને ઠીક કરી દેશે તેનું મુખ્ય એ કારણ છે કે સીતાફળમાં કોપર અને ફાઈબરની માત્રા સારા એવા પ્રમાણમાં મળી રહેતી હોવાથી તે પાચનશક્તિને મજબુત કરે છે અને ખાધેલો ખોરાક પચાવવા માટે મદદરૂપ થાય છે. જો તમે ડાયેરિયા જેવી તકલીફથી પીડાઈ રહ્યા છો તો તમારે સીતાફળનું સેવન કરતા પહેલા તેને તડકામાં સુકવીને રાખવું અને આ સુકાઈ ગયેલા સીતાફળના પાઉડરનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે તેનું તમારે 1 ગ્લાસ પાણીમાં 1 ચમસી સીતાફળનો પાઉડર નાખીને મિક્સ કરીને પીઈ જવાથી ડાયેરિયા મટી જાય છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે : સીતાફળમાં કુદરતી રીતે વિટામિન્સ અને મિનરલ્સ ભરપુર માત્રામાં મળી રહેતા હોવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાનું કામ કરે છે સીતાફળ તમને અનેક બીમારીઓથી દુર રાખશે.

દાંતને રાખે છે પથ્થર જેવાં મજબુત : સીતાફળ એ દાંત માટે ખુબજ લાભદાઈ થાય છે તમે નિયમિત સીતાફળનું સેવન કરશો તો પેઢામાં થતા દુખાવાને દુર કરવાનું કામ કરે છે સીતાફળ જડબામાં થતી તકલીફને દુર કરે છે અને મોઢામાંથી આવતી દુર્ગંધને દુર કરવા માટે ઉપયોગી થાય છે.

કેન્સર સામે ફાયદો કરે છે : સીતાફળમાં એન્ટીઓક્સીડેન્ટ નામના ગુણો ભરપુર માત્રામાં મળી રહેતા હોવાથી તે શરીરને ફ્રી રેડીકલ્સથી લડવામાં મદદ કરે છે જેનાથી તમે કોઇપણ કેન્સર સામે લડી શકો છો અને તેની સામે રક્ષણ મેળવી શકો છો.

આ મુખ્ય બે તત્વો આપણી લાઈફમાં ખુબજ હોવા જોઈએ જે ભવિષ્યમાં હાર્ટને લગતી સમસ્યામાંથી છુટકારો અપાવે છે. વિટામીન C, વિટામીન B કોમ્પ્લેક્સ, વિટામીન B6 અને વિટામીન B12 જોવા મળતા તત્વો છે. અત્યારે વિટામીન B12 ની ખામી સૌથી વધારે લોકોમાં જોવા મળતી હોય છે જે લોકોને વિટામીન B12ની ખામી જોવા મળતી હોય તે લોકોએ સૌથી વધુ સીતાફળનું સેવન કરવું જોઈએ.

સીતાફળમાં વિટામીન C પણ સારા એવા પ્રમાણમાં મળતું હોવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. વિટામીન C સૌથી વધુ ખાટા ફળોમાં જોવા મળે છે પરંતુ સીતાફળમાં પણ વિટામીન C સારા એવા પ્રમાણમાં પણ મળી રહે છે.

તમે જયારે સીતાફળ ખાશો એટલે તેમાંથી ઠળીયો નીકળશે અને તે ઠળિયાને તમારે ફેકી દેવાનો નથી પરંતુ તેને ક્રશ કરીને તેનો બારીક પાઉડર બનાવી લેવાનો છે ત્યારબાદ આ પાઉડરની મદદથી તમે તમારું માથું ધોવાથી માથામાં ખોડો, જુ, લીખ અને તમારા વાળ પણ એકદમ ચીલકી કરી દેશે. સીતાફળના બીજ એ હેર ટોનિક છે, તથા સીતાફળની છાલ, પાન, મૂળ વગેરે ઉપયોગી છે.

આમ, અમે તમને આ લેખ દ્વારા શરદ ઋતુમાં એટલે કે આ આસો અને કારતક મહિના દરમિયાન સીતાફળ સૌથી વધુ પ્રમાણમાં મળે છે અને તેનું સેવન પણ આ સમય દરમિયાન કરવાથી ખુબજ ફાયદો થાય છે.

Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter