ઉપરોક્ત વિષય અને સંદર્ભ દર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે શાળાના બાળકોમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટના સંદેશને આગળ વધારવા અને શાળાઓમાં તેની અસરકારતા વધારવા માટે દેશભરમાંથી શાળાના બાળકોને સામેલ કરવા માટે Fit India School Quiz 2022નું આયોજન કરવામાં આવ્યું છે. ફીટ ઈન્ડિયા ક્વીઝ વિદ્યાર્થીઓને તંદુરસ્તી અને રમતગમત વિશેનું પોતાનું જ્ઞાન દર્શાવવા માટે રાષ્ટ્રીય પ્લેટફોર્મ પ્રદાન કરવા સાથે સદીઓથી જૂની સ્વદેશી રમતો, ભૂતકાળના આપણા રમતના નાયકો અને પરંપરાગત ભારતીય રમતોના ઇતિહાસ વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનાં પ્રયત્નો કરે છે.
આ ક્વીઝમાં સરકારી, અનુદાનિત તેમજ ખાનગી તમામ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી શકાશે અને ઉચ્ચ પ્રાથમિક વિભાગના ધોરણ 8 ના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે. ક્વીઝ માટે રજીસ્ટ્રેશન કરવા માટે શાળા ફિટ ઈન્ડિયા વેબસાઇટ પર રજીસ્ટર થયેલી હોવી જરૂરી છે. જો શાળા રજીસ્ટ્રેશન નથી થયેલું તો પહેલા શાળાનું રજીસ્ટ્રેશન કર્યા બાદ ક્વીઝ માટે રજીસ્ટ્રેશન કરવાનું થશે. ક્વીઝ માટેની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે. જે ધ્યાને લઇ આપના જિલ્લાની તમામ શાળાઓને આપની કક્ષાએથી Fit Indla School Quiz 2022માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી છે.
રસ્ટ્રેશન સ્કૂલ રાઉન્ડ
શાળાના વિદ્યાર્થીઓ માટે આંતરિક ક્વીઝનું આયોજન કરી શાળા વિદ્યાર્થીઓની પસંદગી કરશે, અને પસંદ કરાયેલા આ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન પ્રિલીમીનરી રાઉન્ડ માટે કરશે.
• બધી જ શાળાઓને પ્રિલીમીનરી રાઉન્ડ માટે રજીસ્ટ્રેશન કરવાની તક આપવામાં આવશે.
ક્વીઝ રજીસ્ટ્રેશન કરવા માટે શાળાએ ઓછામાં ઓછા બે વિદ્યાર્થીની એન્ટ્રી ફિટ ઈન્ડિયા વેબસાઇટ (https:/fitindia.gov.in) પર કરવાની રહેશે.
રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીદીઠ રૂપિયા 50/- રજીસ્ટ્રેશન-ફી રહેશે. સરકારી શાળામાં મહત્તમ બે વિદ્યાર્થીઓની રજીસ્ટ્રેશન ફી સ્કૂલ કમ્પોઝીટ ગ્રાન્ટમાંથી ભરી શકાશે. આ બે વિદ્યાર્થીઓની પસંદગી માટે આંતરિક ક્વીઝનું આયોજન કરવાનું રહેશે.
પ્રિલિમીનરી રાઉન્ડ
NTA રાઉન્ડ
NTA (National TestingAgency) દ્વારા સંચાલિત ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી ક્વીઝ માટે રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓની સ્પર્ધા થશે. આ સ્પર્ધાના પ્રશ્નોનું માળખું ધોરણ 8 કે તેથી ઉપરના ધોરણના વિદ્યાર્થીઓ સરળતાથી જવાબ આપી શકે એ મુજબ રાખવામાં આવશે.
૧૩ ભાષાઓમાં (અંગ્રેજી, હિન્દી, તામિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ, મરાઠી, ગુજરાતી, ઓડિયા, આસામી, બંગાળી, પંજાબી અને ઉર્દુ) પ્રશ્નો રાખવા જોગવાઈ કરવામાં આવશે.
NTA રાઉન્ડ પહેલા રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓએ માટે ક્વીઝમાં જોડાવા માટેન લીંક, યુજરનેમ તેમજ પાસવર્ડ જેવી વિગતો શાળા તેમજ વિદ્યાર્થીને આપવા આવશે. NTA રાઉન્ડ 30 મિનિટનો રહેશે, જેમાં MCQ પ્રકારના 60 પ્રશ્નો રહેશે. પ્રત્યેક સાચા
ઉત્તર માટે 4 માર્ક્સ પ્રદાન કરવામાં આવશે અને પ્રત્યેક ખોટા ઉત્તર માટે 1 માર્ક ઓછો કરવામાં આવશે નેગેટીવ માર્કિંગ પદ્ધતિ) NTA રાઉન્ડમાં વિદ્યાર્થી દ્વારા મેળવવામાં આવેલા સ્કોરના આધારે તેમનું મૂલ્યાંકન
નક્કી કરાશે. જો એક કરતાં વધુ વિદ્યાર્થી સરખા સ્કોર પર આવે ત્યારે ઉંમરના આધારે નાની વય ધરાવતા વિદ્યાર્થીને મેરિટમાં આગળ ગણવામાં આવશે. જે વિદ્યાર્થીના નામ મેરિટમાં આવશે તે શાળાઓમાંથી રાજ્ય કક્ષાના રાઉન્ડ માટે
ક્વાલિફાય થશે. મેરિટમાં આવેલી શાળાઓમાંથી નીચે આપેલી વિગત મુજબ ઓછામાં ઓછી 4 અને વધુમાં વધુ 32 શાળાઓને આગળના રાઉન્ડ માટે પસંદ કરાશે.
• જ્યારે એક જ શાળામાંથી એક કરતાં વધુ વિદ્યાર્થી મેરિટ યાદીમાં આવેલ હોય ત્યારે પછીના ક્રમે આવતા વિદ્યાર્થી અને તેની શાળાને આગળના રાઉન્ડમાં જવા માટે નક આપવામાં આવશે.
ક્વાલિફાય થયેલ શાળાએ રાજ્યકક્ષાના રાઉન્ડ માટે બે સભ્યોની ટીમ બનાવવા પોતાની શાળામાંથી એક બીજા વિદ્યાર્થીનું નામ ક્વીઝ પાર્ટનર તરીકે નોમિનેટ કરવાનું થશે. એક શાળામાંથી એક કરતાં વધુ વિદ્યાર્થી મેરીટ યાદીમાં આવેલ હશે તેવા સંજોગોમાં બીજા ક્રમનો વિદ્યાર્થી આપમેળે આ બે સભ્યવાળી ટીમનો ભાગ બની જશે.
ક્વીઝ પાર્ટનર તરીકે નોમિનેટ કરેલ વિદ્યાર્થીની વિગત ક્વાલિફાય થયેલ શાળા દ્વારા ફિટ ઈન્ડિયા વેબસાઇટ પર આપવાની થશે.
* પ્રિલિમીનરી રાઉન્ડમાં ભાગ લેવાવાળા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. મહત્તમ વિદ્યાર્થીઓને ભાગ લેવડાવવાવાળી શાળાઓને સન્માનિત કરવામાં આવશે.
• વાલિફાઇ થયેલી શાળાઓમાંથી 4 થી 32 જેટલી ટીમ માટે સુઆયોજિત ડિજિટલ પ્લેટફોર્મ પર રાજ્ય કક્ષાના રાઉન્ડનું આયોજન થશે. • ક્વાલિફાઇ થયેલી શાળાઓની સંખ્યાના આધારે આ સ્તર પર 1 થી 12 જેટલા રાઉન્ડ આયોજિત કરી સ્ટેટ ચેમ્પિયન પસંદ કરવામાં આવશે.
IMPORTANT LINK
• આ તમામ રાઉન્ડનું સંચાલન પ્રોફેશનલ ક્વીઝ માસ્ટર દ્વારા કરવામાં આવશે, જેનું સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર પ્રસારણ કરાશે. સ્થાનિક ભાષાને સાંકળીને મિશ્રભાષામાં ક્વીઝ થઈ શકશે. આ ક્વીઝમાં સ્થાનિક રમતોના પ્રશ્નોનો પણ સમાવેશ થઈ શકશે
પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
માર્ગદર્શિકા માટે અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો
પ્રત્યેક રાજ્ય અથવા કેન્દ્રશાષિત પ્રદેશમાંથી એક ટીમ એમ કરી કુલ 36 શાળાઓની ટીમ નેશનલ રાઉન્ડ સુધી જઈ શકશે.
નેશનલ કક્ષાએથી નક્કી કરવામાં આવે તે મુજબ.નેશનલ રાઉન્ડનીચે જણાવેલ વિવિધ થીમ આધારિત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે.ભારતીય રમત-જગતનો ઇતિહાસ હું પરંપરાગત રમત-ગમત યોગવ્યક્તિવિશેષ ભારતમાં પ્રચલિત પરંપરાગત શરીર સૌષ્ઠવ જળવવા સંદર્ભે વિવિધ પધ્ધતિઓને કેન્દ્રમાં રાખી ફિટનેસ પર આધારિત મુદ્દાઓના પ્રશ્નઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ, એસિયન ગેમ્સ, ખેલો ઈન્ડિયા ગેમ્સ અને અન્ય પ્રચલિત રમતીરાજ્યના અને નેશનલ રાઉન્ડમાં ‘phone a teather/parent' જેવા ખ્યાલોનો પણ સમાવેશ કરવામાં આવશે. રસપ્રદ બને તેવા હેતુથી ક્વીઝમાં બઝર રાઉન્ડ, ઓડિયો-વીડિયો ઓળખ રાઉન્ડ જેવા રાઉન્ડ પણ હશે
Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.