શિક્ષક પર્વની ઉજવણી અન્વયે ઇનોવેટીવ પેડાગોજી પાઠ નિદર્શન તાલીમ
ક્રમાંકઃ જીસીઇઆરી, શિક્ષકપર્વત૦૨૨-૨૩,૬૧૩૧મર્થ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગુજરાત વિદ્યાભવન’, સેક્ટર-૧૨, ગાંધીનગર. ફોન : (079) 23256808-39 ઈ-મેઈલ : [email protected] Web : www.gcert.gujarat.gov.in તારીખ ૧૩-૦૯-૨૦૨૨
सत्यमेव जयते સચિવ પ્રતિ પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, તમામ
◆ વિષયઃ શિક્ષક પર્વની ઉજવણી અન્વયે ઇનોવેટીવ પેડાગોજી પાઠ નિદર્શન તાલીમ બાબત સંદર્ભઃ ૧. શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંકઃ SSA/112021/S.F.22/CH તા. ૧૨/૦૫/૨૦૨૨ ૨. શાળા, શિક્ષણ અને સાક્ષરતા વિભાગ ભારત સરકારનો તા.૨૫-૮-૨૨ નો પત્ર ૩. અત્રેના પત્રક્રમાંકઃજીસીઇઆરટી/તાલીમ/૨૦૨૨-૨૩/૨૪૭૫૮-૮૮ તા.૬-૯-૨૨
શ્રીમાન, ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે NEP-2020 માં “શાળાઓમાં અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રઃ અધ્યયન સમગ્ર, એકીકૃત, આનંદપ્રદ અને રસપ્રદ હોવું જોઇએ “ તેવી ભલામણ કરેલ છે.
◆ સંદર્ભ- ૨ ના ભારત સરકારના પત્ર અન્વયે તારીખ ૫ થી ૩૦ મી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન શિક્ષક પર્વ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું થાય છે. જેમાં ઇનોવેટીવ પેડાગોજીનું પાઠ નિદર્શન, અધ્યયન નિષ્પતિ આધારિત પ્રશ્નબેંકની રચના અને ઇનોવેટીવ પેડાગોજી આધારિત વીડીયોને અપલોડ કરવા જેવી વિવિધ કામગીરી હાથ ધરવાની થાય છે.
● જે માટે સંદર્ભ (૩) થી જીસીઇઆરટી ખાતે તા.૧૨-૯-૨૦૨૨ ના રોજ શિક્ષક, સી.આર.સી.સી., તેમજ ડાયટ વ્યાખ્યાતાને માર્ગદર્શન મળી રહે તે હેતુસર ઇનોવેટીવ પેડાગોજી પાઠ નિદર્શન માટે આયોજન કરવામાં આવેલ હતું. નીચે જણાવેલ આયોજન મુજબ કામગીરી કરવા સારૂ જણાવવામાં આવે છે. ઇનોવેટીવ પેડાગોજી આધારિત પાઠ નિદર્શન
(૧) જિલ્લા કક્ષાઃ તારીખ ૧૬ થી ૨૦ સપ્ટેમ્બર
સી.આર.સી. અને બી.આર.સી. કોઓ. તમામ
લાભાર્થી ૨૦૨૨
1. જિલ્લા કક્ષાએ તમામ સી.આર.સી અને બી.આર.સી. સમક્ષ ૧૨ પેડાગોજી ના પાઠનું નિદર્શન કરવાનું રહેશે.જેમાં પ્રથમ દિવસે ૬ પેડાગોજી અને બીજા દિવસે બાકીની ૬ પેડાગોજીનું નિદર્શન કરવાનું રહેશે.
2. તાલીમ દરમ્યાન ડાયટ દ્વારા સી.આર.સી. કક્ષાએ તમામ સી.આર.સી. કો.ઓ. દ્વારા થનાર પાઠ નિદર્શનનું તારીખ વાર આયોજન મેળવવાનું રહેશે.
3. સદર તાલીમનો ખર્ચ સેવાકાલિન તાલીમ ગ્રાન્ટમાંથી કરવાનો રહેશે. (ર) સી.આર.સી. કક્ષાઃ
● તારીખ ૨૧ થી ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૨ (કોઇ એક દિવસ મહત્તમ એક કલાક) લાભાર્થી સી.આર.સી.માં સમાવિષ્ટ શાળા દીઠ એક શિક્ષક
1. સી.આર.સી.માં સમાવિષ્ટ તમામ શાળાઓમાંથી શાળા દીઠ એક શિક્ષકને સી.આર.સી કક્ષાએ ૧૨ પેડાગોજીની સમજ-નિદર્શન સી.આર.સી.કો.ઓ. દ્વારા કરવાનું રહેશે. જેમાં સી.આર.સી. કો.ઓ.એ ૧૨ પેડાગોજીની સમજ આપી તે પૈકીની કોઇ એકનું નિદર્શન કરાવવાનું રહેશે. 2. સદર તાલીમમાં શાળા કક્ષાએ શિક્ષક દ્વારા થનાર પાઠ નિદર્શનનું આયોજન મેળવવાનું રહેશે. (૩) શાળા કક્ષાઃ
૨૪ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨(કોઇ એક દિવસ – મહત્તમ એક કલાક)
સંબંધિત શાળાના શિક્ષકો
1. શાળામાં સી.આર.સી. કક્ષાએં ઇનોવેટીવ પેડાગોજીની સમજ-નિદર્શનમાં ભાગ લીધેલ શિક્ષક દ્વારા પોતાની શાળામાં અન્ય શિક્ષકની ઉપસ્થિતિમાં તમામ વિદ્યાર્થીઓની સમક્ષ પાઠ નિદર્શન કરવાનું રહેશે. જેમાં શાળાના અન્ય શિક્ષકો પણ જોડાશે.
2. સદર શાળા કક્ષાએ શિક્ષક દ્વારા થનાર પાઠ નિદર્શનનું વીડીયો રેકોર્ડીંગ કરીને તેમજ ફોટોગ્રાફ અને તેની સંક્ષિપ્ત નોંધ (મહત્તમ ૫૦૦ શબ્દોની મર્યાદામાં તેમજ ગુજરાતી ભાષામાં અને જો શક્ય હોય તો અંગ્રેજી ભાષામાં) Vidya Amrit Portal ઉપર તા.૩૧-૧૦-૨૦૨૨ સુધીમાં અપલોડ કરવાનું રહેશે.
લર્નિંગ આઉટકમ આધારિત પ્રશ્નબેંક રચના
1. દરેક ધોરણોને આવરી લઇને વિવિધ વિષયો માટે દરેક શાળાએ લર્નિંગ આઉટકમ આધારિત ત્રણ પ્રશ્નોની રચના કરવાની રહેશે.
2. દરેક શાળા પ્રિ-પ્રાયમરી, પ્રાયમરી, અપર પ્રાયમરી અને માધ્યમિક કક્ષા માટે પ્રશ્નોની રચના કરી શકશે. આ પ્રશ્નોની એન્ટ્રી ૬ થી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમિયાન સીઆરસીને મોકલવાની રહેશે.
૩. સીઆરસી દરેક સ્ટેજમાંથી (પ્રિ-પ્રાયમરી, પ્રાયમરી, અપર પ્રાયમરી અને માધ્યમિક કક્ષા) ત્રણ શ્રેષ્ઠ પ્રશ્નો પસંદ કરશે અને પસંદ થયેલ ૧૨ પ્રશ્નોની એન્ટ્રીની સમીક્ષા કરીને પસંદ થયેલ એન્ટ્રીને ૨૬ સપ્ટેમ્બર થી ૭ ઓકટોબર, ૨૦૨૨ સુધીમાં બીઆરસીને મોકલવાની રહેશે.
4. દરેક બીઆરસી, સીઆરસી પાસેથી આવેલ ૧૨ પ્રશ્નો પૈકી સમીક્ષા કરીને પસંદ થયેલ શ્રેષ્ઠ ચાર પ્રશ્નોને સંબંધિત જિલ્લાના ડાયટને ૭ થી ૧૪ ઓકટોબર, ૨૦૨૨ સુધીમાં ડાયટને મોકલવાના રહેશે.
શિક્ષક પર્વની ઉજવણી અન્વયે ઇનોવેટીવ પેડાગોજી પાઠ નિદર્શન તાલીમ બાબત
Important Link
શિક્ષક પર્વ અંતર્ગત વિદ્યા અમૃત પોર્ટલ પર વિડીયો અપલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ગણિત વિષય પેડાગોજી પાઠ આયોજન નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ગુજરાતી વિષય પેડાગોજી પાઠ આયોજન નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
સામાજિક વિજ્ઞાન વિષય પેડાગોજી પાઠ આયોજન નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
5. દરેક બીઆરસી પાસેથી આવેલ તમામ પ્રશ્નોનું સમીક્ષા કરીને સંકલન કરી ડાયટ ૧૪ થી ૨૧ ઓક્ટોબર, ૨૦૨૨ સુધીમાં જીસીઇઆરટીને મોકલશે.
6. લર્નિંગ આઉટકમ આધારિત પ્રશ્નબેંક રચનાની વિગતો અભ્યાસક્રમ શાખાને મોકલવાની રહેશે. નોંધ પર માન. નિયામકશ્રીની મળેલ અનુમતિ અનુસાર
(વી. આર. ગોસાઇ)નકલ સવિનય રવાના જાણ સારૂઃ સચિવ
નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, બ્લોક નં.૧૨, જુના સચિવાલય, ગાંધીનગર સચિવશ્રી, સમગ્ર શિક્ષા અભિયાન, સેકટર-૧૭, ગાંધીનગરજીસીઇઆરટી,ગાંધીનગર
નકલ જાણ તથા અમલ સારૂઃ
રીડરશ્રી, અભ્યાસક્રમ શાખા, જીસીઇઆરટી
રીડરશ્રી, આઇ.સી.ટી.શાખા, જીસીઇઆરટી
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ (મારફત ડાયટ)
શાસનાધિકારીશ્રી, તમામ (મારફત ડાયટ)