-->

Join Group

Ad Unit (Iklan) BIG

GRD ભરતી 2022 : સુરત ગ્રામ્યમાં ગ્રામ રક્ષક દળ ભરતી 2022

GRD ભરતી 2022 : પોલીસ અધિક્ષકની કચેરી સુરત ગ્રામ્ય,સુરતના તાબા હેઠળ પો.સ્ટે. ખાતે માનદ સેવા માટે ગ્રામ રક્ષક દળ / સાગર રક્ષક દળ સભ્યોની ભરતી કરવાની હોય, તા ૩૧-૦૮-૨૦૨૨ ની સ્થ્તીએ ૨૦ થી ૫૦ વર્ષની વયમર્યાદા ધરાવતા અને નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન કે વેબસાઈટ પરથી જી.આર.ડી. / સા.ર.દ સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ ભરી જે તે પો.સ્ટે. ખાતે જમા કરવાનું રેહશે. અરજી ફોર્મનો નમુનો ઓફિશ્યલ વેબસાઈટ તેમજ પોસ્ટના અંતે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકશો.

GRD ભરતી 2022

ગ્રામ રક્ષક દળ ભરતી 2022


GRD ભરતી 2022 : પોલીસ અધિક્ષકની કચેરી સુરત ગ્રામ્યમાં ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
સુરત ગ્રામ રક્ષક દળ ભરતી 2022
  • સંસ્થા પોલીસ અધિક્ષકની કચેરી સુરત ગ્રામ્ય, સુરત
  • કુલ ખાલી જગ્યા જાહેરાતમાં દર્શાવેલ નથી
  • પોસ્ટ ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ
  • એપ્લિકેશન મોડ રૂબરૂ જમા કરાવાનું રેહશે
  • છેલ્લી તારીખ જાહેરાત પ્રશેદ્ધ થયા તારીખથી દિન-૦૭ માં રૂબરૂ જમા કરાવું
  • સત્તાવાર વેબસાઇટ spsurat.gujarat.gov.in

સાગર રક્ષક દળ ભરતી 2022

શૈક્ષણિક લાયકાતધોરણ 

  • ૦૩ પાસ કે તેથી વધુનો અભ્યાસ

વય મર્યાદા

  • ૨૦ થી ૫૦ વર્ષ (શાળા છોડ્યાનું પ્રમાણ પત્ર).

રહેઠાણ

  • પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોના રેહવાસી (આધાર કાર્ડ / ચુંટણી કાર્ડ / રેશન કાર્ડ)

વજનપુરુષ :

  •  ૫૦ કી.ગ્રા

મહિલા :

  •  ૪૦ કી.ગ્રા

ઉંચાઈ

  • પુરુષ : ૧૬૨ સે.મી.
  • મહિલા : ૧૫૦ સે.મી.

દોડ

  • પુરુષ : ૮૦૦ મીટર (૪ મિનીટ)
  • મહિલા : ૮૦૦ મીટર (૫ મિનીટ અને ૩૦ સેકન્ડ)



મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

બોલીઓ અને શરતો :

  • ધોરણ 0૩ પાસ કે તેથી વધુનો અભ્યાસ ધરાવતા હોવા જોઈએ.
  • રૂ.૨૩૦ – લેખે દૈનિક ભથ્થું મળવાપાત્ર રહેશે.
  • જે પો.સ્ટે વિસ્તારમાં ભરતી કરવામાં આવનાર હોય તે પો.સ્ટે વિસ્તારનાં રહેવાશી હોવા જોઈએ.
  • નિયત માનદ સેવા આધારિત વેતન પર કોઇ પણ જાતનાં ભથ્થાં મળવા પાત્ર થશે નહીં.
  • કોઈ ગુનાહિત પ્રવૃત્તમાં સંકળાયેલા હોવા જોઈએ નહીં.
  • માનદ સેવા દરમ્યાન મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર થશે નહીં.
  • માનદ સેવા દરમ્યાન નોકરી બદલ વધારાનું પેન્શન, બોનસ, એલ.ટી.સી., એન્કેશમેન્ટ ઓફ લીવ, પેશગી કે તેવા અન્ય કોઇ નાણાંકીય લાભો મળવાપાત્ર થશે નહીં.
  • માનદ સેવા દરમ્યાન તેઓનું અવસાન થાય તો તેઓએ બજાવેલી ફરજનાં સમયગાળાની સેવા આધારિત વેતનની લેણી રકમ તેઓનાં કુટુંબીજનોને મળવાપાત્ર થશે. પરંતુ બીજા નાણાંકીય લા એગ્રેસીયા લાભો કે રહેમર કે નોકરી જેવાં આનુષાંગિક લાભ મળવાપાત્ર થશે નહીં.
  • તેઓએ પોલીસ અધિક્ષકશ્રી નક્કી કરે તે ફરજો બજાવવાની રહેશે. તે માટે કચેરીમાં ફરજપાલન સમય નિયત કરેલ હોય તે સમય પ્રમાણે કચેરીમાં હાજરી આપવાની રહેશે.જાહેર રજાનાં દિવસે સરકારની જરૂરિયાતને અનુલક્ષીને ફરજ બજાવવા જણાવવામાં આવે તો તે મુજબ બજાવવાની રેહશે, રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લઇ શકશે નહિં.
  • જી.આર.ડી / સા.ર.દળ સભ્યોને કોઇ રજા મળવાપાત્ર થશે નહીં. રજા ભોગવશે તો તે વેતનમાંથી કરી લેવામાં આવશે.
  • તેઓએ કાર્યમથક પર હેઠાણ રાખવાનું ફરજીયાત રહેશે અને અધિકૃત્ત અધિકારીની પરવાની મુખ્ય મથક છોડી શકાશે નહીં.
  • માનદ સેવાના સમય ગાળા દરમ્યાન અસંતોષકારક કામગીરી કે અશિસ્ત વર્તન માટે કચેરીના નીતિનિયમો તેઓને બંધનકર્તા રહેશે.
  • સરકારશ્રી તરફથી વહીવટી હિતમાં બીજી કોઇ જરૂરી શરતો નક્કી થાય તે પણ તેઓને બંધનકર્તા રહેશે.
  • જી.આર.ડી. / સા.ર.દળ કુલ ભરતી અંગેની આંકડાકીય માહિતી www.spsurat.gujarat.gov.in પર થી મેળવી લેવાની રેહશે.

GRD ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

જવાબ : ઉમેદવારોએ પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન કે વેબસાઈટ પરથી જી.આર.ડી. / સા.ર.દ સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ ભરી જે તે પો.સ્ટે. ખાતે જમા કરવાનું રેહશે.


Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter